અહીજ સ્વર્ગ બનાવ Poem by KIRTI SHAH

અહીજ સ્વર્ગ બનાવ

અહીજ સ્વર્ગ બનાવ

આજે છ માસ થયા એમના ગયાને
બરાબર છ માસ પૂર્વે અને આજે
હિમાલયે અમારી વાતને વજન આપ્યુ
થોડુક ખસ્કીને ધરતીને સહારે એક
ધ્રુજારી બતાવી, કુદરતને ચેતવણી આપી
કે કોઈ પણ વજૂદ આપી નાહકનો
રંજાડ નહી, આખી શ્રુષ્ટિ તારો અંશ છે
કોઈ પણ કંપટથી મુક્ત રાખી એક
નિર્દોષ જિંદગી આપ,
કોઈ મરણ કે જીવન નહી
સારું જીવન દાન આપ
સૌને એક બીજાના સારા વહાલા બનાવ
સ્વર્ગની લાલચ નહી કે નર્કનો ડર
અહીજ સ્વર્ગ બનાવ

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success