સૌને કર્મ મુક્ત કર Poem by KIRTI SHAH

સૌને કર્મ મુક્ત કર

કુદરત સામે કુદરતનો પડકાર
ધરતી જે તે નો જ અંશ, આજે બંડ પોકાર્યું,
કુદરત પાસે ઉત્તર માંગ્યો કે. 'શું થઇ રહ્યું છે...? '
190મીટરના ઊંડાણથી 7.5ના સ્કેલ પર
એક ધ્રુજારી આપી, લગભગ 120સેકંડ માટે
પોતાની તાકાત બતાવી કહ્યું,
ખુદે બચાવ તારી શ્રુષ્ટિને
કરી બતાવ તારા ચોપડાનું પાલન
કર્મ..કર્મ. શું બધું માંડ્યું છે
શીદને આ બધું ઉભું કર્યું છે, એક શીધો દાખલો રાખ
આમ અટપટી વાતમાં શીદને બધા જીવોને ફસાવે છે.
તું ય ભલો બન અને ભલા બનાવ
તારી બધી લીલા સંકેલ અને સૌના
જીવનમાં પાપ જેવું રાખ જ નહિ,
સાફ સુથરું જીવન આપ,
તારા પાપ અને પુણ્યના ધંધા બંધ કર
તું એક એક ને વીણે છે
હું તારું કર્યું કારવ્યું સમુહમાં કરીશ
કોઈ તારો વિશ્વાસ નહી કરે
જબરજસ્તી ન કર તારા હુકમ પાળવા
ખુદ ખુદા બનીને ફરેછે પણ ખુદ તારા કર્મોથી પર
થા ને સૌને કર્મ મુક્ત કર.......

Thursday, January 14, 2016
Topic(s) of this poem: soccer
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success