એકાદ આંગળી પકડીએ Poem by KIRTI SHAH

એકાદ આંગળી પકડીએ

રોજીન્દાં રસ્તેથી સરકી
આજે એકાદ કેડીએ જઈએ
ઠોકર ખવરાવતી એ
પગદડીએ ફરીએ
માણીએ એ જિંદગીનો અંશ
કેવું છે અહી જીવન, કદાચ
અહી રસ્તો ન બનાવી શકીએ
પણ પડેલ રુકાવટોને દુર કરીને
એ થાકેલ જિંદગીને ખોબે એકાદ
પાણીનો ગ્લાસ ધરીએ કે
થતી કોશીસ ત્યાં પહોચવામાં
એકાદ આંગળી પકડીએ

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success