સખી રી! - - - - - - હર્ષિદા ત્રિવેદી Poem by Harshida Trivedi

સખી રી! - - - - - - હર્ષિદા ત્રિવેદી

for poem- contest

સખી રી! - - - - - - હર્ષિદા ત્રિવેદી

આવ તને કહું વાત સખી રી!
પડ - પડ દરિયા સાત સખી રી!

રોમ - રોમ માં ટાઢક વળતી,
ભીતર ભીંજે જાત સખી રી!

હરેક વાતે વણાંક મળતો,
સમજણ નું પરભાત સખી રી!

ભેદ - ભરમ ની વાતો મબલખ,
જાણે પૂનમ - રાત સખી રી!

સુખ - દુખ ની એ સમજણ સાચી,
રૂપ - રંગ ની ભાત સખી રી!

ના કોઈ નાનું ના કોઈ મોટું,
એજ કથા ની વાત સખી રી!

- - - - - - હર્ષિદા ત્રિવેદી

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success