Haiku-5-9 Poem by KIRTI SHAH

Haiku-5-9

જીવન રાહે
તૂટે દિલ સ્વપ્નો
તો નંદવાય

ઇન્દ્રધનુસ્યો
નિત નવા જીવતા
તે માત્ર આશે

જીવે તે આશે,
દુખો વચ્ચે જિંદગી
તૂટી તો મારે

આવતી કાલે
સારું થશે રોજ તે
ભોગવે દુખ

એક ઉગતી
આશે તે પૂરી થતી
કૈક જિંદગી

ભીડમાં ભળી
ગઈ હતી સામે જે
મળી એકાંત

જિંદગી મીણ
જેવી થોડા તાપે તે
ગઈ પીગળી

છે તે પર્યાપ્ત
યોગ્યતાથી વધારે
માને સંતોષી

નિત્ય પોતાના
ફરતા થતા સુખી
અંતરતરે

ખાલી તળિયું
તૃષ્ણાનું ન ભલા તે
નાખો એટલું

ન હોય છાયો
ઊંડા મૂળ વૃક્ષ જ્યાં
ન ત્યાં પાંદડા
 
મળ્યો કોઈ
છાયડો ન જાણવું
મૂળ તે વૃક્ષ

Saturday, January 2, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success