Akha Bhagat

(1591–1656 / Gujarat / India)

તિલક કરતાં ત્રેપન થયાં - Poem by Akha Bhagat

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.


Comments about તિલક કરતાં ત્રેપન થયાં by Akha Bhagat

There is no comment submitted by members..



Read this poem in other languages

This poem has not been translated into any other language yet.

I would like to translate this poem »

word flags

What do you think this poem is about?



Poem Submitted: Wednesday, October 24, 2012

Poem Edited: Wednesday, October 24, 2012


[Report Error]