પ્યારી પ્યારી Poem by Krupal R Patel

પ્યારી પ્યારી

Rating: 5.0

વર્ષા ની બુંદ સહ પાંખુડી લાગે પ્યારી પ્યારી,
ભીડ વૃક્ષોના વચ્ચે નદી વહે પ્યારી પ્યારી,
દર્પણ નીર માં માછલી તરે પ્યારી પ્યારી,
વાદળ પશ્વ ચાંદની ચમકે પ્યારી પ્યારી,
ઝરમરીયા વરસાદ ની છાવણી વરસે પ્યારી પ્યારી,
આથમતા સૂરજ ની રોશની લાગે પ્યારી પ્યારી,
સ્વપ્ન ની રૂપમણી પરી મલકે પ્યારી પ્યારી,
મધુર શૂરે કોયલ ગાયે પ્યારી પ્યારી,
કૂંપળ જેવા(સ્વરૂપ) બાળ ની હસી પ્યારી પ્યારી,
મંદિર ની ટોચે ધ્વજા ફરકે પ્યારી પ્યારી,
ઈશ્વર ના ભગત ની લાગે ભક્તિ પ્યારી પ્યારી,
સ્વચ્છ મનને ધરતી લાગે પ્યારી પ્યારી,
સૂર્યાસ્ત સમુદ્રે વહેતી નાવડી લાગે પ્યારી પ્યારી.
વર્ષા ની બુંદ સહ પાંખુડી લાગે પ્યારી પ્યારી,

Tuesday, September 26, 2017
Topic(s) of this poem: natural
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success