દિલનું દારૂખાનું(1) Poem by Alpeshkumar Natubhai Makvana

દિલનું દારૂખાનું(1)

દિલમાં ફૂટે ફટાકડો
સળગાવે જો તું લવિંગ્યું
જોઈ તારી આંખોની ફૂળજળી
મન થઈ જાય ચકરડી ભમરડી
છોડ્યા તેં છમ કરતાં રોકેટ
દૂર ગગનમાં થયો ભડાકો મુજ અગનમાં
પ્રીતની કોઠી ભભૂકી એવી તે સરસર
ઉરના તારા ઉછળ્યા આભને ચૂમવા.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success