ગરીબો નું કલ્યાણ Garibo Nu Poem by Mehta Hasmukh Amathaal

ગરીબો નું કલ્યાણ Garibo Nu

ગરીબો નું કલ્યાણ

અમે તો કરીજ છે લ્હાણી
સુધારી છે વાણી
પૂર્યા છે માનવતાના રંગ
અને હવે ખેડવો છે જંગ।

ના થવા દઈએ કોઈ અત્યાચાર
ફેલાવશું સદવિચાર
નહિ માને તો આપીશું દેહાંતદંડ
આતતાયીઓ નું ડામી દઇશું બંડ।

નથી ચલાવવાની હવે લાલિયાવાળી
કોઈ નીતિ નહિ દેવાવાળી
પૂરું ઉત્પાદન દેશમાં જ
વળતર પણ તેમના ખાતા માં જ।

બાળકો ને પ્રથમ શિક્ષણ
યુવાનો ને ઉત્તમ પ્રશિક્ષણ
ઘેર બેઠાજ ઉદ્યમ
આજ છે એક વિકલ્પ અને પરિશ્રમ।

કોઈ આતંકવાદી કેમ બને?
આપણાજ દેશ માં બાળકો અનાથ કેમ બને?
હિન્દુ હોય કે મુસલમાન
બધાજ માને કાયદો જે હોય પ્રવર્તમાન।

ન્યાયપાલિકા નું પૂર્ણ સન્માન
ના હોય તેના પર ટીકા કે ટિપ્પણ
સરકાર હોય કે પછી સામાન્ય ઇન્સાન
બધાને માન્ય હોય ઇન્સાફ અને સન્માન।

બધુજ મફત મળે એવી ખેવના ના હોય
વગર મહેનત ના ફળ ની સેવના ના હોય
લખપતિ થવાની ચેષ્ટા કદી ના હોય
વાતાવરણ કલુષિત ના થાય એજ જોવાનું હોય।

રામરાજ્ય આવવાનું નથી
પણ પાછું આપણે ગુલામ થવાનું નથી
આગળ જ વધવાનું છે
ગરીબો નું કલ્યાણ જ કરવાનું છે।

ગરીબો નું કલ્યાણ Garibo Nu
Sunday, March 12, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 March 2017

રામરાજ્ય આવવાનું નથી પણ પાછું આપણે ગુલામ થવાનું નથી આગળ જ વધવાનું છે ગરીબો નું કલ્યાણ જ કરવાનું છે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 March 2017

welcome manisha amehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 March 2017

welcome manisha amehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success