Rain Poem by Harsh Shah

Rain

સૂરજ વગરની સવાર, બારીની બહારનો અવાજ,
પણ ટહુકામા સંભળાતું 'મેહ આવ' જાણે મિસ થાય છે! ! ! !

કીચડનું એ કમળ, પાણીનું એ વમળ,
પણ ભીની માટીની એ સુંગધ જાણે મિસ થાય છે! ! ! !

કોલેજની એ રજા, શરદીની એ સજા,
પણ ભીંજાવાની એ મજા જાણે મીસ થાય છે! ! ! !

ગરમાગરમ નાસતા, જાત-ભાતનાં પાસતા,
પણ મકાઈ અને દાળવડા તો જાણે મીસ થાય છે! ! ! !

વાદળની એ મસતી, વીજળીની એ કશતી,
પણ 'જાનીવાલીપીનારા' જાણે મિસ થાય છે! ! ! !

કયારેક ગમતો, કયારેક નડતો,
પણ પેલો 'કુદરતી ફુવારો' જાણે મિસ થાય છે! ! ! !

ઋતુઓનો રાજ, ખેડૂતોનો શિરતાજ,
હા! હા! પેલો 'લુચચો વરસાદ' જાણે મીસ થાય છે! ! ? ?

Saturday, September 26, 2015
Topic(s) of this poem: rain,rainy season
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success