'લાગે શુષ્ક અને નમાલું" છે. Poem by Mehta Hasmukh Amathaal

'લાગે શુષ્ક અને નમાલું" છે.

'લાગે શુષ્ક અને નમાલું" છે.

હું તો રહું જાણે અજાણી
ઝેર તો પીધા છે જાણી જાણી
લોકો ની સાંભળી છે કડવી વાણી
પણ હું રહી અબોલી નાં થઇ શકી શાણી।

ઉડી ગયા પંખી બધા
રહી ગયા બધાને વાંધા
કરે ટીકા જાણે ને અજાણે
ખરા માણહા ને નાં પિછાણે।

લોકો કહે છે 'આત અમર છે'
પણ શરીર ક્ષણભંગુર અને જર છે
કરે જતન એને મનથી પણ વધારે
નાં દોડે ખરા સમયે ખોટું ખોટું ધારે।

આ જીવતર નું કોઈ મૂલ્ય છે ખરું?
કોઈ કહો તો 'હું સમજુ અમારું'
સમય ને પારખી નાં શકું
પછી સત્ય તો ક્યાંથી વિચારી શકું?

આત્મા તો મરી ચુક્યો છે
ખાલી રીવાજ બાકી રાખ્યો છે
મારી પાછળ થોડો ઘણો દેખાવ થશે
પછી ચીરે ધીરે થાળે પડી જશે।

ખાધું પીછું ને રાજ કર્યું
જાણે અજાણે અર્થઘટન ખોટું કર્યું
દાવો કર્યો સમર્થ હોવાનો
પણ એતો ઢોંગ હતો ખાલી દેખાવાનો।

પાછળ વળી ને જોઉંતો અંગારા દેખાય છે
રાખ નો અંબાર જોઈ ને અચંબો જણાય છે
આજ એવી ખબર પડી કે 'જીવન મહામુલું' છે
આપણે કર્યું કામ એવું કે 'લાગે શુષ્ક અને નમાલું" છે।.
.

'લાગે શુષ્ક અને નમાલું" છે.
Thursday, April 21, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 April 2016

welcome Rotarian mp mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 April 2016

ખાધું પીછું ને રાજ કર્યું જાણે અજાણે અર્થઘટન ખોટું કર્યું દાવો કર્યો સમર્થ હોવાનો પણ એતો ઢોંગ હતો ખાલી દેખાવાનો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success