ખબર નઈ Poem by Alpeshkumar Natubhai Makvana

ખબર નઈ

ખબર નઈ, તને ગુમાન શેનું છે;
ફટ દઈને તુંમારા ગાલ પર તારો હાથ છાપી દે છે;
ઘરમાં, ગલીમાં, જાહેર સભામાંઉતારી પાડે છે.
તારી જીવદયાની વ્યાખ્યામાં હું ઢોર પણ નથી?
શું ઢોરને કોઈ બાંધીને મારે છે?
ચોપડે જ હું માણસ મટ્યો,
અને ચોપડે જ માણસ થયો.
ખબર નઈ તું કયા ચોપડાને માને છે કે
નથી માનતો પણ મારતી વખતે ઢોર માર મારે છે.
હું હવે નઈ કહું કે હું માણસ છું,
ખબર નઇ, પણ તું ક્યારે માણસ થઈશ?

Sunday, October 27, 2019
Topic(s) of this poem: dalit
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success