પ્રભુના ગુણ ને ગાવું Poem by Mehta Hasmukh Amathaal

પ્રભુના ગુણ ને ગાવું

Rating: 5.0

ગુણ ને ગાવું
Sunday, November 17,2019
8: 28 AM

પ્રભુના ગુણ ને ગાવું
મારા દિલ ને ખુબ મનાવું
ચિત ને કદી ના ભટકાવુ
મન ને આરાધના માં પરોવું। પ્રભુ ના ગુણ ને ગાવું

મન ને કરી લીધું વશ
દિલ ને કહી દીધું હાશ
હવે નથી જોઈતો બીજો મુકામ
બધુ મારા માટે છે નાકામ। પ્રભુના ગુણ ને ગાવું

જનમ મળ્યો છે જીવવાને
પ્રભુ ને યાદ કરી વીનવવાને
જીવતર ને ઉજાળી, પાવન કરવાને
લખચોરાસી ના, ફેરા ટાળવાને।પ્રભુના ગુણ ને ગાવું

મારા બંધુઓ ને હેત થી સાંભળુ
જીવન ને રાખું સદા હૂંફાળું
કોઈ માગે કદી આશરો
હંમેશા આપુ દિલ થી સહારો। પ્રભુના ગુણ ને ગાવું

ના મળશે કદી ધરતી નો સાથ
સાંભળજો એનો દિલ થી સાદ
એના ગુણો ને મુલવજો સદા
તમોને નથી આપી અકાળે આપદા।પ્રભુના ગુણ ને ગાવું

નથી મારે દેહ હેમાળે ગાળવો
માનવજીવન ને ખુબ સાચવવો
એના મૂલ્ય નુ કરવું જતન
બલિદાન આપી રક્ષણ કરવું વતન। પ્રભુના ગુણ ને ગાવું

હસમુખ અમથાલાલ મહેતા

પ્રભુના ગુણ ને ગાવું
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 November 2019

નથી મારે દેહ હેમાળે ગાળવો માનવજીવન ને ખુબ સાચવવો એના મૂલ્ય નુ કરવું જતન બલિદાન આપી રક્ષણ કરવું વતન। પ્રભુના ગુણ ને ગાવું હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success