જીવન નો આનંદ Poem by Mehta Hasmukh Amathaal

જીવન નો આનંદ

જીવન નો આનંદ

કર જાણવાની કોશિશ જાતને!
મળી જાશે ઉત્તર સમજાવવા ને
ઘણા બધા રાહાસ્યો છે જગત માં
શક્ય નથી બધું જાણવાનું આ ભવ માં।

તું છો તો પ્રતિબિંબ છે
પોતાને જાણવાનું બિંબ છે
જો જાત ઉપર ભરોસો હોય તો!
પછી બિમ્બ શું ને પ્રતિબિંબ શું!

નવી નવી પગદંડીઓ છેજ ઉપલબ્ધ
બસ હોવી જોઈએ લગન અને જાતે પ્રતિબદ્ધ
થનગનતો ઉત્સાહ બસ કાફી છે
મારા ભીતર નો આત્મા સંગાથી છે।

જીવન એટલેજ ક્ષણભંગુરતા
આપણે ભલે ના માનતા
અને હંમેશા અભિમાન માં રાચતા
પણ થોદીજ઼ વાર માં થઇ જતા હતા અને ના હતા।

ગમ ની વ્યાખ્યા જુદી છે
નશો એ ઇલાયદી વાત છે
છાકટા થઇ ને ગજવવું ગામ
એતો થઇ પરાકાષ્ટા અને અધોગતિ એ આનુજ નામ।

સમય તમને એકલા અને અટુલા કરી દેશે
ભાઈ ભાંડુ અને દોસ્તો ઘેર આવવાનું છોડી અવગણશે
તમે આક્રંદ કરી ચીસ પાડશો તોપણ કોઈ વહારે નહિ આવે
જીવન નો આનંદ હવે તમને કોઈ કોઈ સુખ નહિ આપે।

એક પછી એક પ્રસંગો યાદ આવશે
જીવન ની સુખી પળ ને હરામ કરી નાખશે
'હસમુખ' જાણી લો વખત ના પડકારો
પછીજ મળશે તમને હાશકારો।

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success