પહેલી પુણ્યતિથિ Poem by Mehta Hasmukh Amathaal

પહેલી પુણ્યતિથિ

Rating: 5.0

પહેલી પુણ્યતિથિ
મંગળવાર,21 એપ્રિલ 2020

તમારી પહેલી પુણ્યતિથિ આવી અને ગઈ
મન માં સંઘરાયેલી યાદો તાજી થઇ ગઈ
સ્મરણ પટપરએક વાર તમારી સ્મૃતિ ધસી આવી
તમારા સ્નેહભર્યા સ્વભાવ ની હૂંફ ફરી લાગી આવી।

કેટલા બધા વરસો નો સથવારો
જાણેકૈંક ચુકી ગયો જન્મારો!
બધુ જાણે બની રહ્યું નજર સમક્ષ
હજુ પણ તમારો હસતો ચેહરો દેખાય પ્રત્યક્ષ।

કેટલાય કુટુંબો જોડે પરિચય થાય
સમય જતે ઘસાય અને ભુલાઈપણ જાય
મારો તો કેટલાએ વરસો નો ઘરોબો
ઘર માં હંમેશા તમારો રહેતો મરતબો।

નામ જ તમારુ શારદા
તમારું સ્નેહાળ વર્તન વધારતું અમારી આવરદા
કસમયે પણ હંમેશા અમે દોડી આવતા
અમને હંમેશા દેખાણી તમારી આગતાસ્વાગતા।

તમે ઘણું બધું અમારા માટે કરી ગયા
અમે વસવસો કરતા રહી ગયા
તમે જયા પણ હશો પ્રભુ ની કૃપા હશે
તમારો આત્મા અમોને જોઈને ખુશી થતો હશે

અમારા અંતર્મન થી તમોને ભાવભીની અંજલિ
તમારી સ્નેહાળ જ્યોતિ અમારા માં સમાણી
તમારી પૂણ્યતિથિ એ અમારા ભાવભીના નમસ્કાર
કરીએ પ્રભુ ને એકજ વંદના તમારો હો જયજયકાર।

હસમુખ અમથાલાલ મહેતા
અર્પણ: શારદાબેન કરસનદાસ પટેલ

પહેલી પુણ્યતિથિ
Monday, April 20, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 April 2020

welcome atul p soni

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 April 2020

very nice.. atul P soni

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2020

અમારા અંતર્મન થી તમોને ભાવભીની અંજલિ તમારી સ્નેહાળ જ્યોતિ અમારા માં સમાણી તમારી પૂણ્યતિથિ એ અમારા ભાવભીના નમસ્કાર કરીએ પ્રભુ ને એકજ વંદના તમારો હો જયજયકાર। હસમુખ અમથાલાલ મહેતા અર્પણ: શારદાબેન કરસનદાસ પટેલ

1 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success