યાદ આવે Poem by Mehta Hasmukh Amathaal

યાદ આવે

Rating: 5.0

યાદ આવે

શુક્રવાર,13 જુલાઇ 2018


જ્યારે એકલતા લે ભરડો
અનેં મન ભટકે જેમ ભમરડો
એને ના ફરવા દેશો વધુ વખત
નહીંતર નસીબ થઇ જશે સખત।

યાદ આવે અને લઈ જાય
વીતેલી ક્ષણો માં ખોવાઈ પણ જાય
પણ છે એનો કઈ ઉપાય?
એનામાં રહો ખોવાયેલા થઇ નિરૂપાય।

સમય જ છે એનો ઉપચાર
બદલો તમારા આચાર
અને સાથે સાથે વિચાર
વ્યસ્ત રહો અપનાવી સદાચાર।

માનવ મન મર્કટ સમાન
ભુલાવી દે તમને ભાન
ના કરવાનું કરાવી બેસે
પાછળ થી માફી મંગાવી લેશે।

આપણે દુઃખી એટલે બીજા ને કરવાના
બધાની સામે જઈને દુખડા રોવાના
ના કરો આવી વાતો કોઈનાપણ સમક્ષ
રહો ચતુર, કાબેલ અને દક્ષ।

નથી કોઈ દુખ લઇ લેવાનું
ઉપર થી તેને વધારી આપવાનું
કોઈ સાથી ની તલાશ કરી લો
ઠીક લાગે તો એને અપનાવી લો।

સંસાર ઠીક ચાલવો જોઈએ
તેની ગતિ થંભી ના જવી જોઈએ
જીત-હાર, મૃત્યુ અને એવું કૈંક થતું રહેશે
પણ આપણે એને અપનાવવાનુંજ રહેશે।

હસમુખ અમથાલાલ મહેતા

યાદ આવે
Friday, July 13, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Celeste D. Erni 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply

સંસાર ઠીક ચાલવો જોઈએ તેની ગતિ થંભી ના જવી જોઈએ જીત-હાર, મૃત્યુ અને એવું કૈંક થતું રહેશે પણ આપણે એને અપનાવવાનુંજ રહેશે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success