આબરૂ ની ધુળધાણી Aabru Ni Poem by Mehta Hasmukh Amathaal

આબરૂ ની ધુળધાણી Aabru Ni

આબરૂ ની ધુળધાણી

પૈસો એજ સર્વસ્વ
દેશ સમૃધ્ધ, જો હોય વધુ રાજસ્વ
પૈસા હોય તો જ માણસ કહેવાય તેજસ્વ
માનવી નું તેજ ઐશ્વર્ય અને પૈસો મૂળ તત્વ।

પૈસા નું મહત્વ ના ઘટાડી શકાય
બધાજ કામ એના થકી થાય
નામ પાછળ પણ વિશેષણ લાગે
નાણે નાથાલાલ નો ડંકો વાગે।

માનવતા નો બધા ડંકો વગાડે છે
પોતે દાનવીર છે એવો દેખાડો કરે છે
'દાન' એ કાળાધન નો ભાગ છે
જેને આપીને લોકો ધન્ય અનુભવે છે।

વખાણવા લાયક પગલું છે
માનવતા માટે નવતર ડગલું છે
'લોકો નું ભલું કરવું' એ એકલું સોણલું જ નથી
પણ અતિ આવશ્યક વિચાર અને વહાલું છે સોપાન ।

પૈસો પૈસા નું કામ કરે
ગરીબ કમાય અને આનંદ કરે
શ્રીમંત શ્રીમંતાઈ માં આળોટે
થાય એમની ચર્ચા ચોરે ને ચૌટે।

અઢળક પૈસો વિનાશ ને નોતરે
જો થઇ જાય માયા, મદિરા અને મદ ભીતરે
થઇ જાય કુબેર નો ખજાનો ખાલી
અને ઉપર થી થઇ જાય આબરૂ ની ધુળધાણી

આબરૂ ની ધુળધાણી  Aabru Ni
Monday, January 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

અઢળક પૈસો વિનાશ ને નોતરે જો થઇ જાય માયા, મદિરા અને મદ ભીતરે થઇ જાય કુબેર નો ખજાનો ખાલી અને ઉપર થી થઇ જાય આબરૂ ની ધુળધાણી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success