એક જ પ્રાર્થના.. Ek Poem by Mehta Hasmukh Amathaal

એક જ પ્રાર્થના.. Ek

એક જ પ્રાર્થના
મંગળવાર,18 માર્ચ 2019

સમરાંગણ થી, લોહી ટપકતી, સો સો લાશો આવે
નવલોહિયાઓના ચેહરા જોઈને વદન પાર ટશિયા ફૂટી આવે
દેશ ને કાજે બલિદાન આપી
માની કોખ ઉજાળી।

જવાનો ના બલિદાન કેમ એળે જાવે?
હું વિચારું"વદન ઘુમરાઈ આવે"
દેશ ને કાજે કેટ કેટલા યુવાનો ને ભરખી જાવે
આજ છે કસોટી એની વૈતરણી કૉણ પાર કરાવે।

ના વિચાર્યું કાલે શું થઇ જાશે?
ખડ્ગ ને હાથ માં પકડી શું શૂરવીર કહેલાશે?
બલિદાન આપી, માની કોખ ઉજાળી।
અને દેશ ની ધુરા ને સાંભળી।

આવા દેશ નું ઉજળું ભાવી
દુશ્મનો ને હંફાવી
દેશ પ્રગતિ ની રાહ પર ચાલે
ખુશીઓ ની વણઝાર ને લાવે।

પ્રભુ ની પાસે એકજ પ્રાર્થના
મારા વતન ની થાય નામના
યશોગાન ગવાય અને કલગી માં ઉમેરો થાય
આવા જ વતન ની મન માં કલ્પના ઉભરાય।

મરી ફીટો દેશ ની રક્ષા કાજે
તમારી રણહાક એના કાન માં ગુંજે
સરહદ ની અંદર ઘુસતા પહેલા
મોત ને વહાલુ કરવા ડરેલા।

હસમુખ અમથાલાલ મહેતા

એક જ પ્રાર્થના.. Ek
Monday, March 18, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success