ફેલાવો પ્રેમ નું Felaavo Pad Poem by Mehta Hasmukh Amathaal

ફેલાવો પ્રેમ નું Felaavo Pad

ફેલાવો પ્રેમ નું

ના માગો તો દોડતું આવે
માગો તો રોતું આવે
મરતા ના સમાચાર પહેલા લાવે
સાર સમાચાર ફરતા ફરતા આવે।

જીવન નું કામકાજ છે જ આવું!
ઘણી વખત આવે હસવું
ઘણી વખત આવે રડવું
અને ઘણી વખત તો બસ રહી જાય લડવું।

સગાવહાલા જોડે ચડભડ થઇ જાય
વારવાત માં વાંકુ પડી જાય
એક બીજા જોડે અબોલા થઇ જાય
પણ પાછા એકબીજા થી બોલતા થઇ જાય।

આવો છે ખટમીઠો જીવન નો રાગ
એને ન લાગવો જોઈએ કોઈ રોગ
આપણૅ થોડું સહન કરતા શીખીએ
એક બીજાને પારખીએ અને સમજીએ।

વરસાદ લાવે હેલી
ધરતી ને બનાવે લીલી
આજ તો છે જીવન નો મર્મ
શા માટે આપણે બાંધીએ ખોટા કર્મ?

ફૂલ ની જેમ કરમાવાનું જ છે
બધું જેમ છે તેમજ છોડી જવાનું છે
દેહ તો પંચભૂત માં વિલીન થઇ જશે
કુટુંબ માં ખાલી યાદ પણ ઘર વિહીન થઇ જશે।

કરો સંવાદ પણ જરૂરત પૂરતો
ના સમય ગુમાવો અને શાંતિ થી વ્યતીત કરો
મિલાવો દિલ ના તાર અને ફેલાવો પ્રેમ નું એક મોજું
બસ પછી જુઓ કદી નહિ લાગે ખાલીપો અને ઓછું।

ફેલાવો પ્રેમ નું Felaavo Pad
Wednesday, March 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 March 2017

Bhanushali Dhirubhai BHARATBHAI...IT IS ABSOLUTELY TRUE. GOD HAS BLESSED US ABANDONTLY. WE SHOULD THANKS TO GOD 100 TIMES A DAY...JAY YOGESHWER.. DHIRUBHAI BHANUSHALI. Unlike · Reply · 1 · 5 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2017

કરો સંવાદ પણ જરૂરત પૂરતો ના સમય ગુમાવો અને શાંતિ થી વ્યતીત કરો મિલાવો દિલ ના તાર અને ફેલાવો પ્રેમ નું એક મોજું બસ પછી જુઓ કદી નહિ લાગે ખાલીપો અને ઓછું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success