ગર્વથી ઊંચું થાય
અસંખ્યવટ્વ્રુક્ષો વાળું ગામ
વટપલ્લી આપ્યું એનું નામ
તાલુકા નું મોટું મથક
મશહૂર આખું આખા પંથક।
તીર્થસ્થાનો થી ભરપૂર
વનરાજી અને શાકભાજી માટે મશહૂર
લોકો માયાળુ અને સદા મદદ માટે આતુર
બધા લોકો જય આશ્વાસન આપે જ્યારે કોઈ હોય શોકાતુર।
શાળાઓ પૂરતી બાળકો માટે
કુમાર શાળા, , કન્યા શાળાઅને માધ્યમિક સંકૂલન વડે
બધાનો સામુહિક વિકાસ
"પોતાના હોય બધા" એવો સંપૂર્ણ વિશ્વાસ।
આવા નાના ગામ મા જન્મ થયો હોય
તો સહજ છે કે ગર્વ ની લાગણી અનુભવાય
એક એક ગલી જાણે ને વૃંદાવન લાગે
જ્યારે પણ યાદ કરે ત્યારે ભાવના ના ઘોડાપુર આવે।
શિક્ષકો પ્રત્યે આદરની લાગણી
એનીજ તો કરી હતી તેમણે લ્હાણી
અમે આજ લણી છે તેની વાવણી
શું પ્રેમ ની હતી ભરપૂર સરવાણી।
વડાલી નું નામ સાંભળતાજ મન ગદગદ થાય
બધી યાદો ધીરેધીરે સમાય
સ્વભાવિક છે માન નો સ્ત્રોત પ્રજ્વલિત થાય
માથું એના માન ગર્વથી ઊંચું થાય। .
વડાલી નું નામ સાંભળતાજ મન ગદગદ થાય બધી યાદો ધીરેધીરે સમાય સ્વભાવિક છે માન નો સ્ત્રોત પ્રજ્વલિત થાય માથું એના માન ગર્વથી ઊંચું થાય। .
welcome...............મારુ વડાલી વાહ કાકા · Reply · 1 · 1 min
Dipali Sathwara Dipali Sathwara Wah.. kaka khub saras lakhi kavita vadali ni Like · Reply · 2 · 18 November at 23: 05 Manage
welcome dipali Like · Reply · 1 · 19 November at 06: 27
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome sathvara govindbhai Like · Reply · 1 · Just now