ગ્લાનિ છે પણ ખુશી Glani Chhe Poem by Mehta Hasmukh Amathaal

ગ્લાનિ છે પણ ખુશી Glani Chhe

ગ્લાનિ છે પણ ખુશી

આપનો અભિગમ જ ખોટો
જ્યારે વિશ્વાસ જ મુકીએ મોટો
આ એકજ પગલું તમને પાડી દે પાછો
કારણ કે તમને આવે છે ખ્યાલ ઓછો।

લોકો ને કારણભૂત ગણવા સાચું કારણ નથી
તમે પોતે છો જવાબદાર એવું પણ નથી
પણ કોઈ કારણસર વશીભૂત થઇ જાઓછો એ વાત સાચી
પણ મિયાં પડે તોયે ટંગડી ઊંચી ને ઊંચી।

તમે સહૃદયી છો તે સાફ વાત છે
લોકો ની લાગણી ને માન આપો છો તે પણ સાફ છે
પણ એક વાત નો એકરાર આપે કરવોજ પડશે
સમય આવે તેનો જવાબ પણ આપવો ભારે।

લોકો મૂર્ખ બનાવી જાય તેનો અફસોસ ના કરવો
પણ તમે ખરેખર નિખાલસ છો એનો એકરાર કરવો
શા માટે તમે મદદ કરી એનો વિલાપ ના કરવો
પણ દિલે કેમ ના ના પાડી તેનો વિકલ્પ શોધવો।

વિશ્વાસ કરવો એ એક સાહસિકતા છે
ના પાડવી એ એક માનસિકતા છે
માણસ શિકાર બને પણ એકતા જાળવી રાખે છે
મન માં ગ્લાનિ છે પણ ખુશી નો સ્વાદ ચાખે છે।

ગ્લાનિ છે પણ ખુશી Glani Chhe
Sunday, February 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 February 2017

welcome chavda hirak Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2017

વિશ્વાસ કરવો એ એક સાહસિકતા છે ના પાડવી એ એક માનસિકતા છે માણસ શિકાર બને પણ એકતા જાળવી રાખે છે મન માં ગ્લાનિ છે પણ ખુશી નો સ્વાદ ચાખે છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success