ગુરુજન... Gurujan Poem by Mehta Hasmukh Amathaal

ગુરુજન... Gurujan

Rating: 5.0

ગુરુજન
શનિવાર,24 નવેમ્બર 2018

રહી રહી ને તેમ ના ચેહરા યાદ આવે
માયાળુ વચનો અને સલાહ સૂચનો સામે આવે
મદદ કરવા હંમેશા તત્પર બધા ગુરુજન
અમને ઘરના સદસ્ય ગણે અને અમને પણ લાગે સ્વજન।

ગુજરાતી માં ગજાનન સાહેબ નિષ્ણાત
હિન્દી માટે સૂર્યકાન્ત પંડયા સાહેબ વિખ્યાત
ઈંગ્લીશ માટે બળદેવભાઈ સથવારા અને આચાર્ય શ્રી હર્ષદ જોશી
અમો સદૈવ રહીએ એમનના ઋણી અનેઅભિલાષી।

હર્ષદભાઈ જોશી અમારી સ્કૂલ ના આચાર્ય શ્રી
તેમના સારા સૂચનો અમને સદા આવકાર્ય
અમારી સ્કૂલ માં રાખ્યો "ઓનેસ્ટી કોર્નર"
અમે ચણા, સીંગદાણા પૈસા નાખી લઈ એ લેવા ખાતર।

અમારા ઘડતર માં એમનું ઘણું યોગદાન
આજે પણ અમે નથી ભૂલી શકતા વિદ્યાદાન
વિદ્યાર્થી નું કૌશલ ઘડીકવાર માં પારખી જતા
કંઈ મણા લાગે તો પ્રેમ થી સમજાવી દેતા।

આવા ગુરુજન નસીબ થી જ પ્રાપ્ત થાય
એમની વાસ્તવિક છબી હજુપણ નજર સમક્ષ આવી જાય
તેમના સ્નેહ નીતરતા વેણ અને સાલસતા કેમે ભુલાય?
ઘણીવાર યાદ કરતા કરતા ઝળઝળિયાં આવી જાય

હસમુખ અમથાલાલ મહેતા

ગુરુજન... Gurujan
Saturday, November 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 November 2018

આવા ગુરુજન નસીબ થી જ પ્રાપ્ત થાય એમની વાસ્તવિક છબી હજુપણ નજર સમક્ષ આવી જાય તેમના સ્નેહ નીતરતા વેણ અને સાલસતા કેમે ભુલાય? ઘણીવાર યાદ કરતા કરતા ઝળઝળિયાં આવી જાય હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success