Haiku-2 Poem by KIRTI SHAH

Haiku-2

જ્યોતિ વગર
કરે દીવડો
અંધેરાનું પારણું
*
મોત આપે કીમત
જીવનની
કરવી ન ભેટ
*
એકલો દોડવીર
અંતે થાકે
સંસારી જાજમે
*
એક માર્ગીય રસ્તે
પાછું ન ઠેલાય
કોઈ મોત
*
પડતાની બાજુથી
સરકે સૌ
ઉપાડે ન કોઈ
*
અમર સ્મરણનું
મરણ જે ફક્ત
સ્વ: મરણે
*
મળ્યું ન કાઈ તે
ઉપાડ્યુ
સાત ભવના હિસાબે
*
કબુતર તાલે દોડ
પણ ખોફ એને
પાંજરે
*
પાણીએ ડોલે
અળસિયું મોત
કોક પગ તળે
*
ભૂલી સંજોગો ઉજવે
પ્રસંગ
મોતે મેળાવડો
*
જોયા મૃગજલી નીર
દંગ
મૃગજલી આંસુ
*

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success