હંસલો ઉડી જાશે Hanslo Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હંસલો ઉડી જાશે Hanslo

હંસલો ઉડી જાશે

અમે ક્યાં વિચાર્યુંજ છે?
ધાર્યું એજ કર્યું છે
કહે છે ' સમય ઘણો બળવાન '
પણ અમે તો ખાધાજ છે પકવાન।

રામે રાખ્યા તેમજ રહયા
બીજાનું દુઃખ પોતાનું સમજી ને રડયા
દરેક વાત માં સાથ આપ્યો
માનવતા નો પરિચય આપ્યો।

ભોગવ્યું તો અમે પણ ઘણુંજ છે
ભોળપણ થી લીધું સહજ છે
બાકી કાળે ગમે ત્યારે કોળિયો કરીજ નાખ્યો હોત
અમારા નામોનિશાન ને ખતરો લાવી દીધો હોત ।

પગ નીચે થી જમીન ને ખસવા ના દીધી
ભૂખે રહીને પણ વાત ને ધરાર ના પાડી દીધી
'કાલે અંત આવતો હોય તો આજે જ આવે'
જોયું, જાણ્યું અને સમજી ને ચિંતા રાખી આઘે।

સંતોષ રાખી ને જીવન માણ્યું છે
બીજા લોકોનું જીવન અત્યંત અજાણ્યું છે
તેમ છતાં જીવન નો મર્મ નજીક થી સમજ્યો છે
પાડોસી નું દુઃખ સમજી ને બરાબર પારખ્યો છે।

આતો થઇ આપણી બધાની વાત
શા માટે વારંવાર વાગોળીએ કહેવત?
કહેવા માટે ઘણું બધું છે
કરવા માટે બધુજ કપરું છે।

ના કરશો દંભ અને દેખાડો
આગળ છે ઊંડો ખાડો
જાતેજ પડશો ઊંડી ખાઈ માં
હંસલો ઉડી જાશે ઘડીવાર માં।

હંસલો ઉડી જાશે Hanslo
Saturday, November 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 November 2016

arvind patel 17 minutes ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 November 2016

ના કરશો દંભ અને દેખાડો આગળ છે ઊંડો ખાડો જાતેજ પડશો ઊંડી ખાઈ માં હંસલો ઉડી જાશે ઘડીવાર માં।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 November 2016

welcome ramesh patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success