હસતા મુખેHasta Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હસતા મુખેHasta

હસતા મુખે


બધાના દિલમાં વસી ગઈ
રડતા મૂકી ને ચાલી ગઈ
યાદ જ વિસરાતી નથી
તાકી રહે છે સામે પણ બોલતીજ નથી।

છોકરાઓ ખૂણા માં બેસી ને છાનું છાનું રડી લે
દીકરો પણ માને માટે આંખમાં થી આસનું સારી લે
જીવન માં મારા માટે અતિશય સંશય બોજ મૂકી ગઈ
બસ યાદગીરી ની એક તક જ પાછળ મુકતી ગઈ।

હવે તો યાદો જ વાગોળવાની
સંભારણા ની તક જ ઝડપવાની
ભૂતકાળ ની વાતો યાદ કરીને સપનો માં સારી જવાનું
કેમ જલ્દી થી તેની પાસે જવાય તે માટે પ્રાર્થના કરવાનું।

જીવન ઘણુંજ સંઘર્ષમે રહ્યું
પણ તેને રાજીખુશી થી અપનાવ્યું
કોઈ દિવસ ચહેરાપર વિશાદ નહિ
આડુ અવળું કોઈ ની સાથે બોલવાનું નહિ

પ્રભુ ના નામનું રટણ અને
તેના નામનું નોટબૂક માં લેખન
"મારી સાથે આજ સાથે આવશે "
બધા સમય આવે જરૂર ભૂલી જશે।

હું તેના ચેહરા સામે જોઈ રહેતો
સ્વગત મૂલ્યાંકન કરતો અને મુલવતો
આવું ચિંતન ભાગ્યેજ કોઈને નસીબ હોય
એનું ગણિત ધીમે ધીમે સમજ માં આવતું જાય।

ઠંડી હોય કે ગરમી
પ્રાર્થના ની ગતિ હોય ધીમી
પણ મને એનું શ્રવણ થાય
દિવસ જાણે પાવન થતો જાય

"જુઓ એકવાત મન માં રાખો " તે સદા કહેતી
"જેનો જન્મ છે તેનો ક્ષય છે તે પણ યાદ રાખો"કહીને એ હસતી
હું ગરકાવ થઇ જતો તેની વિરકત તા થી
યાદ આવે છે બધા શબ્દો જ્યારે અમારી સમક્ષ એ નથી।

આંખો સજળ થઇ જાય છે
દિવસ દરમ્યાન આંખોપર ભાર મૂકી જાય છે
જીવન એતો દુઃખનો દરિયો
એજ સુખી માણસ જેણે હસતા મુખે તરીયો।

હસતા મુખેHasta
Tuesday, December 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 December 2017

welcome Vagat singh · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 December 2017

જીવન એતો દુઃખનો દરિયો એજ સુખી માણસ જેણે હસતા મુખે તરીયો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success