જન્મારો દીપ સમો
કોને ગણવી ભૂલો
આવો બચાવ જ છે લૂલો
કોઈ કહે છે 'હેલો'
પછી પીએ છે પેમ નો પ્યાલો।
શા માટે પ્રેમ ને અવગણવો!
તેનો અણસાર છે વરવો
મયુર જેમ પાંખ પસારી ને નાચ કરે
પ્રેમ પણ આંખો માં મદ લાવે ને સંકોચ ના કરે।
પ્રેમ એ તો પ્રભુ નું વરદાન
મીરા થઇ ગયા મહાન
એમનો પ્રેમ તો પ્રભુ ને સમર્પિત હતો
પણ સંદેશો તો એકજ હતો।
પ્રેમ વગર જીવન નિરસ અને નિસ્તેજ
મુખ પર હોય વિશાદ ના વાદળ અને ના હોય તેજ
જીવન માં કૈક ખૂટતું હોય તેવો આભાસ થાય
કૈક નવું કરવાનું સાહસ જ ના થાય।
પ્રેમ ને ગણો કે અવગણો
તેને વખોડો કે વખાણો
જેના જીવન માં તે દિલ થી સમાણો
તો સમજો કે જન્મારો દીપ સમો દેખાણો।
welcome manish patel Unlike · Reply · 1 · Just now
Hitesh Patel Su vat che Unlike · Reply · 1 · Just now 3 hours ago
xwelcome sapna dave Unlike · Reply · 1 · Just now 1 hour ago
welcome bhikhabhai chaudhary Unlike · Reply · 1 · Just now
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પ્રેમ ને ગણો કે અવગણો તેને વખોડો કે વખાણો જેના જીવન માં તે દિલ થી સમાણો તો સમજો કે જન્મારો દીપ સમો દેખાણો।