જીજીવિષા મટવાની નથી Jijivisha Poem by Mehta Hasmukh Amathaal

જીજીવિષા મટવાની નથી Jijivisha

જીજીવિષા મટવાની નથી

તૃષ્ણા પણ કેવી?
મૃગજળ જેવી!
અલ્પજીવી?
કે પછી કાયમી અને નજીવી

તૃષ્ણા હોવી જરૂરી
પછી ભલે કરવી પડે મજૂરી
દિવસે ભરબપોરે અને પાછો પરસેવો
તોજ મળશે ને મેવો!

તૃષ્ણા મને લાગી ઘણી
પણ તરસ ના બુજાણી
જાંજવાના જળ સરીખી
મેં જોઈ છે નજરની બારીકી।

વિશ્વાસ કરી ને નોતર્યો
વિનાશ ને જાતે ચીતર્યો
કરવો હતો ભરોસો જાતપર
પણ હવે કેમ કરવો મોતપર।

જીવતા ના આવડ્યું તો અફસોસ નથી
મરવાનું તો આજે પણ આપણા હાથ માં નથી
તૃષ્ણા કદીપણ છેલ્લી આસ સુધી જવાની નથી
ભલે ના બુજાય પણ આ જીજીવિષા મટવાની નથી।

જીજીવિષા મટવાની નથી Jijivisha
Saturday, January 21, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 January 2017

જીવતા ના આવડ્યું તો અફસોસ નથી મરવાનું તો આજે પણ આપણા હાથ માં નથી તૃષ્ણા કદીપણ છેલ્લી આસ સુધી જવાની નથી ભલે ના બુજાય પણ આ જીજીવિષા મટવાની નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success