જીવન છે વરવું રૂપ... Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવન છે વરવું રૂપ... Jivan

Rating: 5.0

જીવન છે વરવું રૂપ
ગુરુવાર,20 ડિસેમ્બર 2018

યાદ તો યાદ જ છે
મધુર ક્ષણો ની ફરિયાદ છે
ભુલાયે ભુલાતી નથી
મગજ માં થી ખસતી નથી

"આપણે કદી છુટા નહી પડીએ"
"જીવનભર સાથઁ નીભાવીશું હરઘડીએ"
સંકલ્પ તો કર્યો પણ પૂરો ના થયો
બસ હવા ના એકજ સપાટા માં ફંગોળાઈ ગયો।

ફરિયાદનથીપણ અફસોસ જરૂર છે
પ્રેમ કર્યા નો ગુરુર પણ છે
હોઈ શકે છે કુદરત ને મંજુર નહિ હોય
મારે તો એને નમન કરી મસ્તક જ ઝુકાવવાનું હોય।

આજે તમને ઘણા વખત પછી જોયા
આંખો માં ચિંતા ના આવરણ અનુભવ્યા
મન માં થયું લાવને ખબર પૂછી જોઉં
પણ પછી થયું ફરીથી તો નહિ ને પછડાઉં।

પગ પાછા ખેંચી લીધા મન મારી ને
ઉતાવળે ઉતાવળે વિચારો ના વમળ ને સમાવી ને
"રે ફટ ભૂંડા" પ્રેમ ને બદનામ કરવા જાય છે "
જિંદગી ને ધમરોળવા જાય છે

એક વખતે તો જાત પાર અણગમોં આવી ગયો
માંડમાંડ આંસુઓને ખાળી ગયો
"મેં એવા વિચારો ને તો કલ્પના જ નથી આપી"
તો પછી દુનિયા મારા વિષે કેમ આવું વિચારી શકી?

ખેર! મારે મારુંજ વિચારવું રહ્યું
લોકો એ કહેલું કદી મન માં ના લાવવું રહ્યું
પ્રેમ ને એક સંભારણા ના રૂપ માં જાળવવું જરહ્યું
"જીવન છે એક વરવું રૂપ" તેને માનવું જ રહયું।

હસમુખ મહેતા

જીવન છે વરવું રૂપ... Jivan
Wednesday, December 19, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 December 2018

bhaadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2018

welcome khushi vora 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2018

welcome tarun rawal 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2018

Close Deepakbhai Daslaniya

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2018

amrish mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success