જીવન નો વિકલ્પ Jivan No Poem by Mehta Hasmukh Amathaal

જીવન નો વિકલ્પ Jivan No

જીવન નો વિકલ્પ

હૂંફાળા ખ્યાલ ને છોડી દો
એને શાંતિ થી જીવવા દો
પ્રેમ એ તો આશ્રયસ્થાન
બે દિલોનું આત્મમિલન।

ભલે બેઘડી શબ્દો નો વિનિમય હોય
સંબંધ પણ આત્મીય રહ્યો હોય
તેમ છતાં કોઈ પણ જગાએ અઘટિત માંગણી ના હોય
આવું મગજ માં હોય ત્યારે વાતાવરણ હૂંફાળું જ હોય।

મેં ના માંગ્યું તોય તે આપી દીધું
આંખોએ મને ઘણું બધું કહી દીધું
તારા આ અબોલ બોલ થી મારુ બધું હરી લીધું
હું પણ મસ્ત થઇ પ્રેમ થી હા કહી દીધું।

ઉષ્મા એ મને જીવન આપ્યું
જીવન જીવવા માટે વચન આપ્યું
મુક્ત મને વિહરવા અને વિચરવા મારગ મોકળો કર્યો
આજ તો હતી હુંફાશ જેણે મને વિચારતો કર્યો!

પ્રેમ નો વિચારજ સંકુચિત ના હોય
એનો અભિગમ શુધ્ધ અને પાવન હોય
શા માટે પાછળ નો કાળ વિરહમય થઇ જાય છે
આજ છે હૂંફાળા જીવન નો વિકલ્પ જે યાદગાર રહી જાય છે।

જીવન નો વિકલ્પ Jivan No
Friday, January 20, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 January 2017

પ્રેમ નો વિચારજ સંકુચિત ના હોય એનો અભિગમ શુધ્ધ અને પાવન હોય શા માટે પાછળ નો કાળ વિરહમય થઇ જાય છે આજ છે હૂંફાળા જીવન નો વિકલ્પ જે યાદગાર રહી જાય છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success