જીવતર સફળ Jivtar Poem by Mehta Hasmukh Amathaal

જીવતર સફળ Jivtar

જીવતર સફળ

મારુ ભણતર
મારું ઘડતર
મારા સંસ્કાર
એજ રહ્યો મોટો પુરસ્કાર

થયો હું મોટો નાના નાની ને ઘેર
ચંલતો થયો અને થયો પગભેર
ઘૂંટણિયે ચાલતો ત્યારે નાના નાની હસતા
પાછળ પાછળ દોટ લગાવતા અને થાકી જતા।

આવો અમૂલ્ય વારસો
મારા જીવન ની યાદ માં રહેશે વરસો
મને યાદ આવે છે 'જશોદા મા ને કૃષ્ણ'
જનેતા ના હોવા છતાં કેવા હતા સંબંધો ઉષ્ણ।

નાની એવી કરિયાણા ની દુકાન
બનાવી હતી એજ જગા માં જ્યાં હતું મકાન
કોઈ પણ જાય અને સંભાળી લે
લોકો પણ ભોળાભાળા જાતે પણ તોલી લે।

જીવન માં ગમે તેટલા આગળ વધીએ
પણ હંમેશા આ વાત ને વધાવીએ
જેનું યોગદાન આપણા માટે હોય
એતો સદા અવિસ્મરિણય જ હોય

મારા માતા પિતા નો ફાળો મોટો
પણ એથી વિશેષ ના મળે કોઈ જોટો
કોઈ પણ વાતની કશાચ ના રાખે
પહેલા ચાખે પછીજ ભોજન આપે।

આજ તો છે આપણા અસંસ્કાર
ના ભુલાય અને કરવો જ રહ્યો સ્વીકાર
આવો પાયો નખાય તોજ જીવતર સફળ
લાગશે ત્યારે તેમનું સ્થાન સજળ।

જીવતર સફળ Jivtar
Saturday, March 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 March 2017

આજ તો છે આપણા અસંસ્કાર ના ભુલાય અને કરવો જ રહ્યો સ્વીકાર આવો પાયો નખાય તોજ જીવતર સફળ લાગશે ત્યારે તેમનું સ્થાન સજળ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success