કપરા ચઢાણ... Kapraa Poem by Mehta Hasmukh Amathaal

કપરા ચઢાણ... Kapraa

Rating: 5.0

કપરા ચઢાણ

ગુરુવાર,16 ઓગસ્ટ 2018

આવા હોય સગાસબંધી
રાખે આપણ ને બાંધી
સમયઆવે ચડાવે બાંયો
અને ભણી પણ દે નનૈયો।

લડવા આવે
સમો આવે રોવડાવે
ટાણું હોય ત્યારે ટટળાવે
માનપાન ના સચવાય તો રખડાવે।

વારંવાર શરમ માં નાખે
પૈસા માટે જરૂર થી ધા નાખે
ના આપોતો નિસાસો નાખે
પણ પાછા આપતી વખતે જૂતા ઘસાવી નાખે।

સગા છે એટલે સાચવવા પડે
આડા પડે તો મનાવવા પડે
મોઢુ ચડાવતા જાય ને લડતા જાય
આપણો કાન હંમેશા આમળતા જાય।

સાચી સંબંધ
એટલે રહેવું પડે ઋણાનુંબંધ
એતો રહેવો જ જોઈએ અકબંધ
સમય આવે એ લોકો જ આપે કાંધ।

સાચવી જાણો તો ખરા
બગડી જાય તો થઇ જાય કાંકરા
ના ચાલે સંબંધ અધકચરા
સાચવા માટે ચડવા પડે ચઢાણ અઘરા।

હસમુખ અમથાલાલ મહેતા

કપરા ચઢાણ... Kapraa
Thursday, August 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success