કરું પ્રતીક્ષા Karu Poem by Mehta Hasmukh Amathaal

કરું પ્રતીક્ષા Karu

કરું પ્રતીક્ષા

પાંપણ પાથરી કરું પ્રતીક્ષા
જીવન ની બસ એકજ આકાંક્ષા
કાં આપો મને કઠોર શિક્ષા?
કરું છું રોજ હું તેની સમીક્ષા।

નથી દિવ્ય ચક્ષુ
બસ નાનો છું એક મુમુક્ષુ
કર જોડી વિનંતી ને દોહરાવું
કરેલી ભૂલો ને આંસુથી નવડાવું।

આવો ને પ્રભુ મારે આંગણીયે
હું પડું તમોને ઘૂંટણીએ
ચોધાર આંસુ અને ખિન્ન મન થી વિનવું
મારે જગ માં નથી પ્રસિધ્ધ થવું।

બસ કરવો છે મારે હૃદય થી જયકાર
આપુ હું દીનો ને મન થી આવકાર
મારે મન સઘળા આપથી એકાકાર
હું જોવું તેમાં આપનો જ આકાર।

નથી જોઈતા રાજ ને પાટ
બસ હું માંડું અનિમેષ અમીટ
'દર્શન દો ને પભુ' કહે મારો માયલો
પણ હું કેમે થયો છું ઉતાવળો?

થઇ જઈશ હરિશરણ આજે કે કાલે
પ્રભુ ના કરતા કોઈ ને પણ હવાલે
મારો શ્વાસ પણ લેછે એકજ નામ
હું છું તારું અબોધ અને ગભરુ બાળ।

કરું પ્રતીક્ષા  Karu
Monday, June 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

થઇ જઈશ હરિશરણ આજે કે કાલે પ્રભુ ના કરતા કોઈ ને પણ હવાલે મારો શ્વાસ પણ લેછે એકજ નામ હું છું તારું અબોધ અને ગભરુ બાળ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success