ખાલી આશિષ જ માગું છું Khali Aashish Poem by Mehta Hasmukh Amathaal

ખાલી આશિષ જ માગું છું Khali Aashish

ખાલી આશિષ જ માગું છું

નથી જોઈતો મને ધનસંગ્રહ
પણ કરું એક આગ્રહ
તમે એને સમજો હઠાગ્રહ
અને ના મૂલવશો રાખી પૂર્વાગ્રહ।

હું રાખવા મથુ છું અંતઃકરણ થી
મન થી, તન થી અને ધન થી
એક અંતર નો જ છે આવાજ
આ એકજ છે એનો ઈલાજ।

કોણ છે મારું આ સંસાર માં?
ખરું કહું તમને શું ચાલી રહયું છે ભીતર માં!
'જેને ઘણું છું મારા પોતાના' એજ મારા નથી
'બીજાને ને ઘણું છું પારકા' પણ એજ દોડી આવે છે પ્રેમથી।

'સ્વજન, આપ્તજન કે પછી કુટુંબકબીલા
આજ તો છે બધી પ્રભુ ની લીલા
હું ખેંચાઈ જાઉંછું લાગણી ના આવેશ માં
બિલકુલ વિદુષક લાગું છું આ વેશ માં।

કેટલા કેટલા વેશ હજુ મારે ભજવવાના છે?
ઋણાબંધ છું, હજુ કેટલા ને મારે સાચવવાના છે
પ્રભુ ને હાથ જોડી એટલુંજ કહીશ
'મારા અને બીજાના ને મારા બનાવીને જ જંપીશ'

હું જૈન છું તો પછી અજૈન જેવી ભાવના આવેજ કેમ?
દયાનો એક છાંટો પણ જોવા ના મળે એ ચાલેજ કેમ?
મારા હોવા ન હોવા થી જો કોઈજ ફરક ના પડતો હોય
તો સંસાર માં હળીભળી રહેવાનો શિરસ્તો કેમ ના હોય?

પભુ મટક મટક મરક્યા કરે છે
એમની પાંપણો ને સ્થિર રાખ્યા કરે છે
હું જોવાંની અને સમજવાની કોશિશ કરું છું
પણ હિમ્મત નથી થતી અને ખાલી આશિષ જ માગું છું।

ખાલી આશિષ જ માગું છું Khali Aashish
Sunday, January 29, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 January 2017

daksha d mistry Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcome hitesh sharma Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 January 2017

પભુ મટક મટક મરક્યા કરે છે એમની પાંપણો ને સ્થિર રાખ્યા કરે છે હું જોવાંની અને સમજવાની કોશિશ કરું છું પણ હિમ્મત નથી થતી અને ખાલી આશિષ જ માગું છું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success