ક્યારે થઇ ગયા વિલીન......... Kyaare Poem by Mehta Hasmukh Amathaal

ક્યારે થઇ ગયા વિલીન......... Kyaare

Rating: 5.0

ક્યારે થઇ ગયા વિલીન

Thursday, July 26,2018
11: 55 AM

સુખ ની મને ખાદ્ય હતી
દુઃખોની સંખ્યા અધધ હતી
પણ લાલસા તો સુખ ની જ હતી
દુઃખ ની તો કોઈ કલ્પના જ નહતી।

બધાને સ્વર્ગ જવું છે
નર્ક ની તો કોરી બીક છે
કામ સારા નથી કરવા
ખોટું ના થાય તેની પણ નથી પરવા।

સુખ અને દુઃખ સાથે જ છે
વારેવારે આવે જ છે
ઘણીવાર તેનો પડછાયો લાંબે વખત ચાલે
એની આગળ આપણું કશું ના હાલે!

દુઃખ ના હોય તો સુખ ની ખબર ના પડે
દુઃખ લેવા કોઈ પડાપડી ના કરે
સુખ માટે તો કેટલા કેટલા જાપ કરવા પડે
વિનંતી કરી ચરણો માં નમવું પડે।

સંસાર નો મહિમા છે જ મોટો
આપણા જેવાનો ક્યાંય નથી તોટો
પણ જીવન તો એક પરપોટો
સાથે નઈ આવે એક નાનો લોટો।

સુખ મન માં અને દુઃખ દિલ માં
દિવસો વીતી જાય ઘડીઘડી માં
મન ને કોરી ખાય આ દુવિધા
શા માટે આપણ ને જોઈ એ સુવિધા?

માંગો તો સ્વસ્થ શરીર અને શાંત મન
થશે તમને જોઈએ તેવું કેવળજ્ઞાન
પ્રભુ માં રહો મગ્ન અને તલ્લીન
પછી તમને ખબર પણ નહિ પડે કે ક્યારે થઇ ગયા વિલીન।

હસમુખ અમથાલાલ મહેતા

ક્યારે થઇ ગયા વિલીન......... Kyaare
Thursday, July 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome manisha mehta

0 0 Reply

welcome binit mehta

0 0 Reply

માંગો તો સ્વસ્થ શરીર અને શાંત મન થશે તમને જોઈએ તેવું કેવળજ્ઞાન પ્રભુ માં રહો મગ્ન અને તલ્લીન પછી તમને ખબર પણ નહિ પડે કે ક્યારે થઇ ગયા વિલીન। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success