લોકો સાથે સુમેળloko Poem by Mehta Hasmukh Amathaal

લોકો સાથે સુમેળloko

લોકો સાથે સુમેળ

Thursday, December 28,2017
11: 30 AM

લોકો સાથે સુમેળ

ના આપો મને ઉપનામ
હું રહેવા માગું ગુમનામ
કામ કરું ઉપકાર ના
પણ ના રાખું અહંકાર મન ના।

સાચે જ મને ગર્વ છે
જોકે એતો સર્વત્ર છે
મને એહસાસ છે
એનું રટણ મારા માટે ખાસ છે।

હું નાનું પાત્ર
પણ કરું કાર્ય નોંધપાત્ર
ભલે એની નોંધ ના લેવાય
પણ બધેજ વખાણ થાય।

જીવન માં બધુજ ક્ષયપાત્ર
પછી કેમ રહીએ દયાપાત્ર
ના આશા રાખીએ કાળા માનવી ની
હંમેશા પ્રાર્થના કરીએ અદના આદમી ની।

જીવન માં પોતાના માણસો ની ખોટ સાલે
કારણ કે થઇ ગઈ હોય બુરી વલે
આજ સમયે માણસ ની કિંમત થાય
એની યાદ ધીમે ધીમે કોરી ખાય।

પસ્તાવો જરૂર પણ જીવતા
કારણ કે તમે નથી દેવતા
તમારા દેહનું દહન થઇ જશે
હંસલો પલકવાર માં ઉડી જશે ।

જીવન મહેકતું રહે
માનતા ના મૂલ્યો નું જતન કરતુ રહે
જીવન કેમ જીવવું એ આપણા હાથ માં છે
લોકો સાથે સુમેળ રાખવો એ પણ વર્તન માં દેખાવું જરૂરી છે।

લોકો સાથે સુમેળloko
Thursday, December 28, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 December 2017

જીવન મહેકતું રહે માનતા ના મૂલ્યો નું જતન કરતુ રહે જીવન કેમ જીવવું એ આપણા હાથ માં છે લોકો સાથે સુમેળ રાખવો એ પણ વર્તન માં દેખાવું જરૂરી છે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 December 2017

જીવન મહેકતું રહે માનતા ના મૂલ્યો નું જતન કરતુ રહે જીવન કેમ જીવવું એ આપણા હાથ માં છે લોકો સાથે સુમેળ રાખવો એ પણ વર્તન માં દેખાવું જરૂરી છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success