મારે મન દિકરી Maare Man Poem by Mehta Hasmukh Amathaal

મારે મન દિકરી Maare Man

મારે મન દિકરી

મારે મન દિકરી એક દિવાસ્વપ્ન
ખરેખર વારસો અને આપ્તજન
યાદ અપાવે સ્વર્ગસ્થ માતાપિતા
જીવન ની ખરેખર અભ્યંતા।

તુલસી ઘેર આંગણ માં જ હોય
ઘરમાં જાણે ફોલોની સુગંધ હોય
ફૂલો નો પમરાટ હોય
અને ગભરાટ નું નામોનિશાન જ ના હોય।

મને કલ્પના માત્રથી જ પરસેવો છૂટે છે
આજે માનવતા બિલકુલ મરી પરવારી છે
કુમળા માનસ પાર કેવો કુઠારાઘાત
સામે ઉભો છે આતતાયી પોતાનો જ બાપ।

મારે આ બધું નથી સાંભળવું
મારે આવું વાંચન જ નથી વાંચવું
સમાચાર હોય કે પછી વાઇરલ થયેલ વિડીયો
લોકો એ આવા રાક્ષસોનો કરવો જોઈએ શિરચ્છેદ અને બોલવો કોઈએ હુરિયો।

પાડોસી એટલે દુઃખ નો અસલી ભાગીદાર
થોડો સાદ આપો એટલે તરતજ હાજર
ઘણા પોતાના આપ્તજન થી પણ વિશેષ
પણ હાલા આવા માણસો નો થઇ ગયો છે શેષ।

દીકરી ને તમે પડોસ માં રમવા પણ ના મોકલી શકો
હેવાનિયત નો અસલ નમૂનો નજરે ના જોઈ શકો
કોનો વિશ્વાસ અને કોનો સાથ લેવો?
આપણા ભાગ્ય ને આપણેજ દોષ દેવો।

દિકરીઓ ને લાગેછે કે આપણે તેમની દરકાર નથી કરતા
એમની સ્વતંત્રતા અને વિચારશક્તિ નું હનન કરતા
એમનું સૌંદર્ય તો આમજ ગુલાબ ની જેમ સામે હોય છે
આપણે તેમનું જતન અને ખરું કામ તો ઉછેરવાનું જ હોય છે।

આપણે તો સુંદર બગીચા ના માળી
આપણી ગોદ માં રમે સુંદર અને રુપાળી
મનમોહક અને કાલીકાલી બોલી બોલે લળી લળી
આંખ માં અશ્રુ લાવી દે જયારે રૂસણા લે જરી જરી।

મારે મન દિકરી Maare Man
Saturday, December 24, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 December 2016

welcome wasim minapra Unlike · Reply · 1 · Just now 2 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 December 2016

આપણે તો સુંદર બગીચા ના માળી આપણી ગોદ માં રમે સુંદર અને રુપાળી મનમોહક અને કાલીકાલી બોલી બોલે લળી લળી આંખ માં અશ્રુ લાવી દે જયારે રૂસણા લે જરી જરી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success