મારું મન... Maru Poem by Mehta Hasmukh Amathaal

મારું મન... Maru

Rating: 5.0

મારું મન
ગુરુવાર,9 મે 2019

મારુ મન તને જોઈને મોહ્યું
મુખ ના ભાવ ને નિરખતું રહયું
આંખો તારી તરસતી રહી
મનોભાવના પ્રદૂષિત થતી રહી।

આવા જીવન માં થઇ જાય મેળા
મિલાન થઇ જાય સદા સવેળા
જીવન આપણું પ્રજવલ્લિત રહે
શંકા મન માં નહિવત રહે।

જીવન માં ચડતી ને પડતી આવે
સાથે ઘણી વખત મુસીબત લાવે
એનો જલ્દી નીવડો ના લાવે
અમંગળ એંધાણ કુશંકા સેવે।

જો જો જીવન કોયડો ના બને
મધદરિયે ના ડુબાડે નાવ ને
ખુશ રહેજો મને ના કમને
મને દામે કે ના ગમે તમને।

જીવન છે એક અનમોલ અને મહેકતું
મુખ રહે સદા હસતું ને હસતું
સુગંધી ને સદા પ્રસરાવતું
આગંતુકો ને સદા આવકારતું।

હસમુખ અમથાલાલ મહેતા

મારું મન... Maru
Thursday, May 9, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

જીવન છે એક અનમોલ અને મહેકતું મુખ રહે સદા હસતું ને હસતું સુગંધી ને સદા પ્રસરાવતું આગંતુકો ને સદા આવકારતું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success