પભુ થી પણ ઉપર Prabhu Thi Pan Poem by Mehta Hasmukh Amathaal

પભુ થી પણ ઉપર Prabhu Thi Pan

પભુ થી પણ ઉપર

સાચી વાત છે છોકરા ને છૈયા
બાપા અને બા ના વહાલસોયા
બાપા ની વડલા જેવી છાયા
બા નો ખોળો જાણે શીતળધારા।

કરે છોકરા કિલ્લોલ
થઇ જાય મજા નો માહોલ
ધરતી ની સોડમ નો એક નમૂનો
જાને તાવડી માં થતો સ્વાદ ચોખા ઘી નો।


હજુ ગામડાઓ માં સાચવાયો છે દરજ્જો
સ્ત્રીઓ પણ જાળવેછે મલાજો
માની દરકાર થાય, બાપની વાટ જોવાય
ના આવે વેળાસર તો છોકરા જોવા દોડી જાય।

હું ઘણીવાર રડી પડું
લઇ લઉ મસમોટું ડૂસકું
'કેમ તું લીલીવાડી જોવા ના રહી '
તું કેવી કામ કરતી રહી, અહીંતહીં।

બાપા ભણેલા ઓછા
પણ વ્યહાર માં પાવરધા
મદદ કરી દે બીજાની, જો કોઈ નાખે ધા
તેમને મન કોઈ નાનું મોટું નહિ અને બધા સરખા।

પણ સમય ના વહેણ બદલાયા છે
વાયરા નો વરતારો ક્યાં કહયા માં છે?
મા તને ત્યાં સારી રીતે રાખશે?
માને ખબર નથી 'ઘરડા ઘર શું છે '

હું પૈસા મોકલી આપીશ
તારી દવાદારૂ નું પણ ધ્યાન રાખીશ
હું આવતો જતો પણ રહીશ
પણ તું ના રડીશ।

જેને પૈસા ની છોળો છે તેમને માતા પિતા નથી
જેમને મન માતા પિતા ભગવાન છે તેમને દ્રવ્યસુખ નથી
વિમાસણ ઘણી છે પણ અંતર ના સંબંધ છે
માં બાપ તો પભુ થી પણ ઉપર છે

પભુ થી પણ ઉપર Prabhu Thi Pan
Sunday, January 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcome parmar dhirendra singh Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome mahek patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

Nice lines.. manthan patel

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome bina patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

જેને પૈસા ની છોળો છે તેમને માતા પિતા નથી જેમને મન માતા પિતા ભગવાન છે તેમને દ્રવ્યસુખ નથી વિમાસણ ઘણી છે પણ અંતર ના સંબંધ છે માં બાપ તો પભુ થી પણ ઉપર છે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success