પ્રણય નો અંત Pranay Poem by Mehta Hasmukh Amathaal

પ્રણય નો અંત Pranay

પ્રણય નો અંત

એતો છે અનંત
રાખો એવી ખંત
કે કદી ના આવે તિરાડ
પછી ભલે ને સિંહ નાખે ત્રાડ

રિસાવું એ છે એક પાસું
પણ સાથે રાખવા આંસુ
જેથી લાગે કે એ નાટક નથી
બસ થોડી વધારે મનાવો તો માનવાની નથી।

પ્રેમ એટલે ઊંડો અને ગહન લગાવ
એક બીજા પ્રત્યે રહે અવિરત પ્રવાહ
ના જુઓ તો થોડી ક્ષણ
તો પણ જીવ વિહ્વળ થઇ જાય તત્ક્ષણ।

પ્રેમ એતો જીવવાનું સાધન
બીજાને ખુશ કરવું અને બનાવવું મૂલ્યવર્ધન
એક બીજામાં ઓતપોત થઇ જવું
સદા સમર્પિત અને ઓળઘોળ થઇ જવું।

આવો પ્રેમ અમર થઇ જાય
ભલે પછી એકબીજાથી રીસાઉં જાય
એતો પાછા એક થઇ જશે
જીવન ના તાણાવાણા ગૂંથતા થઈ જશે।

કરો પ્રભુને પ્રાર્થના
અને કરો હંમેશા વંદના
'હે, પ્રભુ' કદી અમારો પ્રેમભંગ ના થાય
જીવનચક્ર ચાલે અને મોહભંગ ના થાય

પ્રણય નો અંત Pranay
Tuesday, July 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

કરો પ્રભુને પ્રાર્થના અને કરો હંમેશા વંદના હે, પ્રભુ કદી અમારો પ્રેમભંગ ના થાય જીવનચક્ર ચાલે અને મોહભંગ ના થાય

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success