પ્રાર્થના કરો... Prarthna Poem by Mehta Hasmukh Amathaal

પ્રાર્થના કરો... Prarthna

Rating: 5.0

પ્રાર્થના કરો
બુધવાર 26 સપ્ટેમ્બર 2018

બધા ને ભૂલો
પણ જાત ને ના ભૂલો
આ બચાવ છે લુલો
પોતાની જાતને સાંભળો।

બધા અહિંયા હોંશયાર છે
એમની તૈયારી તડામાર છે
સારા નરસા નું બધૂ ભાન છે
ફ્ક્સ્ટ શું જોઈએ તેના માટે સભાન નથી।

પ્રભુ સસ્તા માં મળે એવો કોઈ નુસખો નથી
સસ્તા માં વેડફાઈ જાય એવો કોઈ મનખો નથી
આપણ ને ખબર છે "આપણે શૂ મેળવવાનું છે "
એને માટે મહેનત કર્યા પછી પણ ઝઝુમવાનું છે।

મહેનત રંગ લાવશે
જીવન માં નવું જોશ લાવશે
ધાર્યું પરિણામ હાથવેંત માં રહેશે
ઘર માં પણ એના પરિણામ દેખાશે।

કસ્તુરી મૃગ ની જેમ દોડવાની જરૂર નથી
કસ્તુરી તમારી પાસે જ છે, ક્યાંય જવાની જરૂર નથી
કુટુંબ ની સાથે સુખે થી સાંજ પસાર કરો
પ્રભુ ને યાદ કરો અને અમી નજર માટે પ્રાર્થના કરો।

હસમુખ અમથાલાલ મેહતા

પ્રાર્થના કરો... Prarthna
Wednesday, September 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 September 2018

કસ્તુરી મૃગ ની જેમ દોડવાની જરૂર નથી કસ્તુરી તમારી પાસે જ છે, ક્યાંય જવાની જરૂર નથી કુટુંબ ની સાથે સુખે થી સાંજ પસાર કરો પ્રભુ ને યાદ કરો અને અમી નજર માટે પ્રાર્થના કરો। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success