પ્રેમ ની પારાયણ.. Prem Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ની પારાયણ.. Prem

Rating: 5.0

પ્રેમ ની પારાયણ
રવિવાર,12 જુલાઈ 2020

તારી શીતળતા ને કેમે ભુલાવુ!
તારી મહાનતા ને કેમે વખાણુ!
કરી કમી પુરી, ફેલાવી ચાંદની
અવિસ્મરણીય પળો ગાળવા, દૂર રાખી મેદની।

નયનો જુકાવી, ફેલાવી બાજુઓ
પ્રણય નો ઓપ આપી, પ્રેમ રસ ને માણીઓ
ચંદ્રમા ની ખોળે, માળવી મારે પળો
અમારો નવો હશે, પંખી નો માળો।

તારો અને મારો
વીતી જાશે જન્મારો
જોઈ લેજે ના થઇ પ્રેમ ની પારાયણ!
તે તો રહેવી જોઈએ સંપૂર્ણ રામાયણ

પ્રેમ અને ચંદ્ર ની છે જ ગરિમા
તેનો તો વધવો જ જોઈએ મહિમા
પ્રેમ ની "પ્રેમકથા" જ છે એનો સંદેશ
ના હોવો જોઈએ કોઈને પણ અંદેશ।

ચંદ્ર પૂર્ણકળા એ ખીલી ઉઠે
પ્રેમી પંખીડાઓ ના મોંઢાપર હાસ્ય ની છોળો ઉડે
હૃદય ની ગતિ તીવ્ર થતી જાય
આવા સમયે ચંદ્ર ની કલ્પના માત્ર પ્રબળ થઇ જાય

હસમુખ અમથાલાલ મેહતા

પ્રેમ ની પારાયણ.. Prem
Sunday, July 12, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ચંદ્ર પૂર્ણકળા એ ખીલી ઉઠે પ્રેમી પંખીડાઓ ના મોંઢાપર હાસ્ય ની છોળો ઉડે હૃદય ની ગતિ તીવ્ર થતી જાય આવા સમયે ચંદ્ર ની કલ્પના માત્ર પ્રબળ થઇ જાય હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success