પ્રેમ માં દેજો સાદ Prem Maa Dejo Saath Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ માં દેજો સાદ Prem Maa Dejo Saath

પ્રેમ માં દેજો સાદ

આસમાન ની ગરિમા
એનો છે જ મોટો મહિમા
કઈક થાય તો આંખો ઉપર જુવે
વિચાર શે કે શું થશે હવે?

છે ચાંદામામા નું રાજ
ને એમાં પણ એમનું કાજ!
ભલભલા ને શરમાવે
આંખમાં પ્રીત ના સપના સતાવે।

પૂર્ણ કળા એ ખીલે ત્યારે શબ્દો ખૂટી પડે
વાલો ના હોય સાથે ત્યારે માથે આભ તૂટી પડે
એના રૂપેરી કિરણો ની શીતળતા સહન જ ના થાય
મન માં કેવા કેવા વિચારો ની ઉપજ થાય!

આકાશ ખુલ્લું હોય ત્યારે તો કેહવાની વાતજ નહીં
પ્રેમી પંખીડા વિહાર કરે અને સુવેજ નહિ
વાતો નો ભંડાર ખાલી જ ના થાય
રખેને સવાર વહેલી પડી જાય।

આનું વર્ણન કોણ કરી શકે?
એના મહિમા નો પ્રચાર કોણ કરી શકે?
આટલા બધા પ્રેમી હૈયા નો એકજ સથવારો
જુએ એને પૂર્ણ કળા એ ત્યારે અનુભવે હાશકારો।

છે એમાં પૂર્ણ પ્રેમ નો સંદેશ
ભલે પછી કોઈ પણ હોય પ્રદેશ
એને કોઈ ભાષા કે સંકેત નથી
બસ ભરપૂર છે હેત એનો કોઈ આરો નથી।

હું ગદગદ થાઉં એની કલ્પના માત્ર થી
જોડાવાનું મન થાય એક સૂત્ર થી
રહેવા દેજો પ્રેમ માં મસ્ત, સવાર ની જરૂર નથી
પ્રેમ માં દેજો સાદ ડરવાની કોઈ જરૂર નથી।

પ્રેમ માં દેજો સાદ Prem Maa Dejo Saath
Monday, January 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcoem daksha d mistry Unlike · Reply · 1 · Just now Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 January 2017

એનો કોઈ આરો નથી। હું ગદગદ થાઉં એની કલ્પના માત્ર થી જોડાવાનું મન થાય એક સૂત્ર થી રહેવા દેજો પ્રેમ માં મસ્ત, સવાર ની જરૂર નથી પ્રેમ માં દેજો સાદ ડરવાની કોઈ જરૂર નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success