પુનિત ગંગા... Punit Poem by Mehta Hasmukh Amathaal

પુનિત ગંગા... Punit

Rating: 5.0

પુનિત ગંગા

મંગળવાર 21 ઓગસ્ટ 2018

હરિ, હરિ
વિનંતી સાંભળો હમારી
જીવન માં છે હાડમારી ઘણી
તેને લાગી મને ચિંતા ઘણી।

નામ તારું હ્રદયે વસે
ઘટ ઘટ માં નિરંતર વહે
પ્રભુ કરજો કૃપા ઘણી
આપ જ છો ધરતી ના ધણી।

સાચા નો કોઈ બેલી નથી
એના દિલ ની કોઈ બોલી નથી
મન ને મનાવું પણ માનતું નથી
"સત્ય વદન"કરો તો લોકો ને ગમતું નથી।

પણ હું ના છોડીશ
કરતો રહીશ બંદિશ
જરૂર થી પ્રસન્ન થશે ઈશ
આજ છે મારી ખ્વાઈશ।

સંસાર ને જરુર છે
બદમાશો મગરૂર છે
ડર એમને નથી કોઈ કાયદા નો
બધાજ વિચારે છે પોતાના ફાયદા નો।

આવા ટાણે હરિ યાદ આવે
દુઃખ ના દરિયા ને તરવા ધારે
છોડી દે બધું તેના સહારે
તું ધારે તો સંસાર ને પણ તારે।

હું તો પામર અને નાનો સેવક
દિલ થી માનું ખરો ભાવક
નથી જોઈતી પાપ ની આવક
ભલે જતી રહે બની ને જાવક।

કૃપાતમારી બની રહે
મારા હર્શાસૃ વહી રહે
તમારી પુનિત ગંગા માં પાવન થઇ
જીવન ની આશ સજીવન થઇ।

હસમુખ અમથાલાલ મેહતા

પુનિત ગંગા... Punit
Tuesday, August 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 August 2018

WELCOME GANPAT KANDOI 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2018

કૃપાતમારી બની રહે મારા હર્શાસૃ વહી રહે તમારી પુનિત ગંગા માં પાવન થઇ જીવન ની આશ સજીવન થઇ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success