રૂપ નવલખા Rup Poem by Mehta Hasmukh Amathaal

રૂપ નવલખા Rup

રૂપ નવલખા

સામેજ છે મંઝીલ મારી
પણ નજર ના ઠરી
બધાજ તો જહસ્ત હતા
એકલો હું જ સ્તબ્ધ હતો।

હજી મારા માં ઉણપ છે
પ્રેમ ની પણ ઓછપ છે
મને વ્યાખ્યા જ મળતી નથી
પણ મન કબુલતું જ નથી।

અંધારા ને કોઈ અવકાશ નથી
બીજું વિચારવાને નવરાશ નથી
મારે સામે છે ગગન વિશાળ
અને ધરતી નો પેટાળ।

રતન ની મને શોધ છે
સામેજ કુદરતી ધોધ છે
કેટલું રમ્ય મેઘધનુષ સર્જાયું
મારા મન માં કુતુહલ બી બીજ રોપાયું।

આજ તો છે મારો આવિષ્કાર
બાકી બધુજ છે બેકાર
અહીં તો છે ધરતીનો ધબકાર
મારા અસ્તિત્વ નો આધાર।

ઘણું બધુ વિચાર્યું પણ વ્યર્થ
શો રહે છે એનો અર્થ?
પ્રેમ એજ જીવન નો આદર્શ
જીવન ને આવકારો સહૃદય થી સહર્ષ।

હેત બને એક સેતુ
તેનાથી સરશે જીવન નો હેતુ
ઉદાસીનતા કે સુખરૂપતા
આજ તો છે જીવન ના રૂપ નવલખા।

રૂપ નવલખા Rup
Friday, March 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 April 2017

welcome rupal bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 April 2017

welcoem het patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 March 2017

સામેજ છે મંઝીલ મારી પણ નજર ના ઠરી બધાજ તો જહસ્ત હતા એકલો હું જ સ્તબ્ધ હતો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success