સામનો Saamno Poem by Mehta Hasmukh Amathaal

સામનો Saamno

સામનો

દીકરો અને દીકરી કેટલા વહાલા હોય
મા બાપ પણ કેટલા ઉત્સાહિત હોય
એમાં પણ જ્યારે દીકરી નું અહિત થતું અનુભવાય
આવું અસહ્ય દ્રશ્ય કેમે જીરવાય।

અમે તેને માનસિક રીતે તૈયાર કરી
સમાજ ની સામે ટક્કર લેવા તાલીમ આપી
રખે ને એને કોઈ દુઃખ આવી પડે તો
જીવન માં મુકાબલો કરવો પડે તો?

આવી બધી પૂર્વ તૈયારી
કેટલી બધી હશે હોંશિયારી?
જીવન ની સુઝબુઝ અને દુરંદેશી
મન માં કેટલી બધી હશે જંજટો આપસી।

અમે ઉપર થી તેને આશીર્વાદ આપીશું
જીવન માં આગળ વધવા ગેબી સંદેશ આપીશું
અમને વિશ્વાસ છે એ આગળ વધશેજ
જીવન માં નિર્ભયતા થી સામનો કરશેજ।


દીકરીઓને જોઈ અમને કદીપણ ચિંતા ન થતી
એની મા પણ સોનેરી શિખામણો જ આપતી
'કદી કોઈ નો જીવ ના દુભવતી ' પિતાજી મને કહેતા
બધા સાથે હળીમળી ને રહેતા।

આજ અમારો સંસાર અને વારસો
પણ અમને નથી વસવસો
અમને વિશ્વાસ અમારી કેળવણી પર
તેમના સંસ્કાર અને તેની વાવણી પર।

અમે ચિરવિદાય લઈશું
પણ પાછળ સદા યાદ રહે તેવી વાત મૂકી જઈશું
તે લોકો જીવન માં કદી પાછા નહિ પડે
જરૂર પડે સામનો કરી રસ્તો કરી લેશે।

સામનો Saamno
Sunday, June 11, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

અમે ચિરવિદાય લઈશું પણ પાછળ સદા યાદ રહે તેવી વાત મૂકી જઈશું તે લોકો જીવન માં કદી પાછા નહિ પડે જરૂર પડે સામનો કરી રસ્તો કરી લેશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success