સાથ તારો... Saath Poem by Mehta Hasmukh Amathaal

સાથ તારો... Saath

સાથ તારો
શનિવાર,30 માર્ચ 2019

જો સાથ તારો મળી જાય
તો ભવસાગર તરી જવાય
વહાણ ને હલેસા મારી હંકારાય
તો પેલે પર પહોંચી જવાય।

વિચારો નું મંથન અટકે
ભવિષ્ય અધ્ધરતાલ ના લટકે
બધું સમાધાન થાય એક ઝટકે
મારી પાંપણો પણ ના મટકે।

ના જોયુ મેં તમારું મુખડું
મને લાગ્યું પણ રૂડું રૂડું
દ્વદય ના ભાવો ને મેં વાંચ્યા
અને દિલથી અનુભવી ને સમજ્યા।

હું એમ જ સમજી ને ચાલ્યો
તમારો સથવારો પણ મને મળ્યો
થયા સપના સાકાર મન ના
સૌભગ્ય થી મટયા અંતર દિલ ના।

હવે તો મળશે વિસામો
ના કોઈ નડશે કાળ સામો
ગદગદ થયું દિલ અંતર થી
ખબર નથી કેમ થયું દુઆ થી કે પછી મંતર થી

હસમુખ અમથાલાલ મહેતા

સાથ તારો... Saath
Saturday, March 30, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success