સજળ નયને
મને વિચારવાનો સમય જ નથી
હું મજબુર પણ નથી
મારા માં હામ અને હિમ્મત છે
સમય ની મને ઘણીજ કિંમત છે।
પલક ભાર માં તમે હતા ન હતા થઇ જાવ
તમારા ફોટાપર લોકો ચંદન નો હાર ચડાવતા થઇ જાય
એ સંભવિત અને શક્ય છે
પણ એને હરાવવું ' એ પણ એક સુવાક્ય છે'
બધુજ એના દ્વારા નિર્મિત
આપણે તો ખાલી નિમિત્ત
હું કહું રોજ 'મને ના કરો ભ્રમિત'
મારે તો રહેવું છે ખાલી મીત।
મારે પક્ષીઓની ભાષા સમજવી છે
કારણ કે મનુષ્ય ની ઘણીજ અઘરી છે
બિચારી કોયલ કાળી પણ કેટલી મધુરી
મારી શોધ હજી છે અધૂરી।
મને એ આંખો ની જરૂરત છે
જે જરૂરતમંદ છે
પણ નજરો માં પ્રેમ ની ભૂખ છે
એની ભાળ પશુ ની કોખ માં છે।
મેં જોયું છે ગાયનું અપ્રિતમ સ્નેહમિલન
બચ્ચા જોડે જાણે વાત કરે અને કરાવે હલનચલન
વારંવાર ખાતરી કરે કે 'એ જીવિત તો છે ને કરવા પાલન '
આજ તો છે મમતા નું સ્નેહમિલન
બધુજ મારી સમક્ષ મારી નજરો એને કબુલ નથી કરતી
શા માટે પ્રભુ એ એમને વાચા નથી આપી?
થોડું તો બોલી શકત ને કે 'જુલમ ના કરો'
હવે પછી તમારોજ છે વારો
મારે વધારે રહસ્ય નથી સમજવું
કે નથી લોકો ને સમજાવવું
મારે તો બસ ગરકાવ થઇ જવું છે
એની બનાવેલી દુનિયા માં પાવન થઇ જવું છે।
હું હાથ જોડી કશું ના માંગુ
બસ સજળ નયને એક મીટ જોઉં
કેટલું ભાવુક અને રમ્ય દર્શન
બસ રાખજો ને અમોને સદા સુખી અને પાવન।
welcome manybhai chavda Unlike · Reply · 1 · Just now
welcome chehrabhai parmar Unlike · Reply · 1 · Just now
welcome rupal bhandari Unlike · Reply · 1 · Just now
Atul Yadav कुछ समझ में नहीं आया क्या लिखा है See translation Unlike · Reply · 1 · 2 hrs
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome eva gogoi rajkumari Unlike · Reply · 1 · 3 mins