સમયજ બદલાણો છે Samay J Poem by Mehta Hasmukh Amathaal

સમયજ બદલાણો છે Samay J

સમયજ બદલાણો છે

વધુ પડતું કૌશલ્ય અને ખંત
નોતરશે તમારો અંત
આ જમાનો સાચા નો નથી
બધા ને વાચા આપવી જરૂરી નથી।

જરૂરત કરતા વધુ સાદગી અને
આત્મીયતા ધરાવતા
લોકો વધારે પીડાતા
આછે બધાની માન્યતા।

આજે પ્રવર્તમાન છે હળાહળ કળિયુગ
ક્યાં છે પેલા કાળિયાર અને હરણ યુગલ?
જ્યારે પણ વિચારો ત્યારે મળે જાકારો
ક્યાં થી અવકાશ હોય કે લોકો આપશે આવકારો?

લખવા ખાતર નથી લખતો
લોકો ને ખોટા નથી ચીતરતો
પણ મેં સહન કર્યું છે
લોકો એ ઉછીનું લઈ, ના આપીને અપમાન કર્યું છે।

હશે, મને એમકે એને તકલીફ ઘણી છે
મારી પણ ધીકતી કમાણી છે
થોડીઘણી મદદ કરવામાં જરાપણ વાંધો નહીં
પણ લોકો એ છેતરવાનો ધંધો બનાવ્યો છે અહીં।

'પેલા વેદિયા પાસે જાવને' પણ થોડો મસ્કો મારજો
ખુબ આજીજી અને કાલાવાલ કરજો
'બસ તમેજ છો અમારા' કહી ને આહુંડા ને પાડી દેજો
જો ના થાય કામ તો 'મારું બીજું નામ પાડી દેજો'

મારે કાને આવી વાત આવે એટલે મને દુઃખ થાય
સાચું બોલવાથી અને મદદ કરવાથી આવો સંતાપ થાય!
મારો રુદિયો રડે નહિ પણ અંદર થી વિચાર કરે
પણ ફરી સંકલ્પ કરે અને કહે ' સમયજ બદલાણો છે પછી કોઈ શું કરે?

સમયજ બદલાણો છે  Samay J
Tuesday, January 24, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 January 2017

Alpa Negi અતિસુંદર... Unlike · Reply · 1 · 18 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

welcome deepak muradpuria Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2017

મારે કાને આવી વાત આવે એટલે મને દુઃખ થાય સાચું બોલવાથી અને મદદ કરવાથી આવો સંતાપ થાય! મારો રુદિયો રડે નહિ પણ અંદર થી વિચાર કરે પણ ફરી સંકલ્પ કરે અને કહે સમયજ બદલાણો છે પછી કોઈ શું કરે?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success