સંગીત એજ મારો પ્રેમ Sangeet Ej Poem by Mehta Hasmukh Amathaal

સંગીત એજ મારો પ્રેમ Sangeet Ej

સંગીત એજ મારો પ્રેમ

વાંસળી મધુરી મને ભાસે
રેલાવે સુર વેદના ના પણ નોખી મને લાગે
હું પુરાવું 'હા માં હા' જીવન સંગીની
જાણે ઉતરી હૃદય ની રાગિણી।

લીધી એને મારા હાથ માં
લાગે એ છે મારા સાથ માં
ફૂંકીશ હું પ્રાણ મારા સાચા હૃદય થી
થાય એનો પ્રતાપ સુરજ ના ઉદય થી।

મારા હોઠ થરથર કંપે
પણ ભીતરી સંગીત નામ તારુ જપે
મારી નાની નાની આંગળીયો
ફેલાવે સુર જાણે નવો નિશાળિયો।

પ્રેમ નું અનોખું સ્વરૂપ
પણ હું છું વદને કુરૂપ
વાચા ને આપું સુર અંતર જ્ઞાન ના
સમજાવું અને ગવડાવું તંતુ પ્રેમ ના।

કૃષ્ણ અને રાધા હતા પ્રેમ ના સંદેશ
હ્રદય માં નથી કોઈ શંકા કે પછી અંદેશ
મારે તો રેલાવું છે સ્મિત મારા મુખપર
નથી આપ્યો જખમ પણ વારી જાયે તારી નોખી પ્રીતપર।

હું કહું કે પછી ના કહું
પણ પ્રીત વગર કેમે રહું
સંગીત એજ મારો પ્રેમ
રોમરોમ પ્રગટાવે સુખ કેમ?

સંગીત એજ મારો પ્રેમ Sangeet Ej
Friday, December 30, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 December 2016

હું કહું કે પછી ના કહું પણ પ્રીત વગર કેમે રહું સંગીત એજ મારો પ્રેમ રોમરોમ પ્રગટાવે સુખ કેમ?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success