સંગ્રામ.... Sangram Poem by Mehta Hasmukh Amathaal

સંગ્રામ.... Sangram

Rating: 5.0

સંગ્રામ
સોમવાર,22 ઓક્ટોબર 2018

જીવન છે એક સંગ્રામ
ના ગભરાઓ અને ભીડો હામ
એ તો આપશે તમને ઘણા જખ્મ
પણ શીખો તેના પાર લગાવતા મરહમ।

તકલીફો નો તો પાર નહિ હોય
ડગલે ને પગને ડરવાનું ના હોય
દરેક ક્ષણે એના રંગ બદલતા હોય
આપણ ને નવા નવા અનુભવ થતા હોય।

આવા જીવન નું પણ અદભુત છે પાસુ
દરેક ના જીવન માં આવે સુખ ખાસું
પણ તમે માંગતા રહો હજુ બીજુ
પણ વાસ્તવ માં તમારું કામ થઇ જાય ઊંધું।

આવો છે એનો પરચો
સદાચાર અનેપ્રામાણિકતા નો ચલાવો ચરખો
જીવન ના એકપણ બાકી નહિ રહે અભરખા
સમય નું વહેણ સમજી ને એને પરખો।

ઉતાર, ચડાવ એનો મૂળ સ્વભાવ
તમને જરૂર ખબર પડી જાય એના હાવભાવ
આપણે જ અનુરૂપ થઇ ને એમાં લાવવો પડે બદલાવ
જો આપણે જ ના સમજી એ તો આવી જાય ઠહેરાવ।

હસમુખ અમથાલાલ મહેતા

સંગ્રામ.... Sangram
Monday, October 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 October 2018

ઉતાર, ચડાવ એનો મૂળ સ્વભાવ તમને જરૂર ખબર પડી જાય એના હાવભાવ આપણે જ અનુરૂપ થઇ ને એમાં લાવવો પડે બદલાવ જો આપણે જ ના સમજી એ તો આવી જાય ઠહેરાવ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success